ઈ શ્રમ કાર્ડ શું છે? । ઈ શ્રમ કાર્ડ ના ફાયદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ? । e-Shram card benefits in Gujarati Online Apply Now

Spread the love

લેખ વિશે ટુંકમાં નોધ :મિત્રો આ લેખ માં તમને ઈ શ્રમ કાર્ડ વિશે માહિતી જાણવા મળશે અને જેવી કે ઈ શ્રમ કાર્ડ ના ફાયદા ,ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન, ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજો, ઈ-શ્રમ પોર્ટલ માટે કોણ કોણ અરજી કરી શકે છે અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ એ બધી તમામ માહિતી તમને આ પોસ્ટ માંથી જાણવા મળશે.

 

ઈ શ્રમ કાર્ડ શું છે, અને ઈ શ્રમ કાર્ડના ફાયદા

મિત્રો ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના અસંગઠિત કામદારોની માહિતી એકઠી કરવા અને તમામ મજૂરોના માહિતી  ડેટાબેઝને એક જગ્યાએ ભેગા કરીને, આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલા કામદારો જેમ કે બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય તમામ સંગઠિત કામદારો.

મિત્રો આવા લોકો જેઓ કોઈપણ યોજનાનો લાભ મેળવી શકતા નથી. કારણ કે તે જાણવું શક્ય નથી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પછી ઈ શ્રમ કાર્ડ જારી કરવામાં આવશે. કોઈપણ મજૂર વર્ગ યોજનાઓનો લાભ સીધો મેળવી શકશે છે,અને સરકાર પણ અલગ-અલગ પગલાં લેશે, તેમની પાસે કામદારોનો માહિતીનો ડેટાબેઝ  રહશે.

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા વિશે માહિતી

મિત્રો ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજુરો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે. અને લોકોના અ જાગૃતના અભાવે ઘણા કામદારો આ યોજનાનો લાભ મેળવવાની તક ગુમાવી રહ્યા છે. જેથી તમારું રજીસ્ટ્રેશન કરાવોં  તમે ઇ શ્રમ પોર્ટલ નોંધણીના લાભો ચકાસી શકો છો.

ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રેશન કાર્ડ
  • લાઈટ બીલ
  • મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક કરેલ હોવા જોઈએ. 

અરજી ફી

આ માટે ઓનલાઈન અરજી કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, પણ તમે કોઈ [CSC CENTER]  દુકાન બનાવશો તો ત્યાં તમને અમુક થોડાક પૈસા લેવામાં આવશે અને તમારું કાર્ડ જેથી તમને બનાવી આપવામાં આવશે

 

ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે

  • અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો મજુર હોવો જોઈએ
  • ITR આવકવેરો ભરનાર ન હોવો જોઈએ
  • EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ
  • મજુરની ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે

ઈ શ્રમકાર્ડ માટે કોણ કોણ ઓનલાઈન અરજી કરી શકે છે

જે મજુર લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે જેથી  તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા યોગ્ય છે, અને નીચે લીસ્ટ વધૂ માહિતી જુવો અને તપાસો.

  1. સુથાર રેશમ ખેતી મજુરો
  2. મીઠું મજુરો
  3. ટેનરી મજુરો
  4. ઘરેલું મજુરો
  5. દાયણો
  6. સ્થળાંતર મજુરો
  7. પશુપાલન મજુરો
  8. આશા વર્કર
  9. રીક્ષા ડ્રાઈવર
  10. વાળંદ
  11. હાઉસ મેઇડ્સ
  12. મકાન અને બાંધકામ મજુરો
  13. શાકભાજી અને ફળ વિક્રેતાઓ
  14. બીડલ રોલિંગ
  15. ટેનરી કામદારો
  16. અખબાર વિક્રેતાઓ

ઇ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું 

  1. ઈ શ્રમકાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે  e sharm
  2. તે પછી તમારું સેલ્ફ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે
  3. પછી અહીં તમારે આધાર કાર્ડમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ છે તે નંબર નાખીને OTP મોકલવો પડશે.
  4. તે પછી તમારી સામે રજીસ્ટ્રેશનનું એક ડેશબોર્ડ ખુલશે.
  5. પછી મિત્રો અહીં તમારે બધી વિગતો સાચી રીતે ભરવાની છે અને તેને છેલ્લાની જેમ સબમિટ કરવાની રહેશે, તે પછી તમે ઈ શ્રમકાર્ડ ઓનલાઈન એપ્લિકેશન ઈ શ્રમકાર્ડ ડાઉનલોડ પૂર્ણ કરશો.

    ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું 

    જો તમે તમારા ઇ શ્રમ કાર્ડ માટે નોંધણી પહલાથીજ  કરાવી હોય, તો નીચે આપેલ રીતને સમજીને ને તમે સરળતાથી તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ PDFમાં કરી શકો છો

    રીત  1: આ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ તમારે પહેલા તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપમાં Google પર જવું પડશે, અને તમારે સર્ચ બારમાં જઈને  E shram.gov.in ટાઇપ કરવું પડશે.
    આ પછી તમારી સામે એક નવું વેબ વેબસાઈટનું હોમ પેજ ખુલશે.

    રીત 2: તમારી વેબસાઈટના હોમ મેનુમાં પેજમાં નીચે Already Registered તમારે UPDATE OPTION પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
    રીત 3 : આ નવા વેબ પેજમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોય  તે નાખવો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. ત્યાર પછી તમારે નીચે આપેલા Send OTP ના બટન પર ક્લિક કરવાનું રહેશે.

    મિત્રો આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે.  આ OTP દાખલ કર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું વેબ પેજ ખુલશે.

    રીત 4: મિત્રો આ નવા વેબ પેજમાં, આધાર કાર્ડ નંબર દાખલ કરવું પડશે, તે પછી નીચે આપેલ OTP પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો,તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

    રીત 5: મિત્રો આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે,  ખાલી જગ્યામાં આ OTP દાખલ કરો અને નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નવું વેબ પેજ ખુલશે.

    રીત 6 : મિત્રો આ પેજમાં, તમે બે વિકલ્પો જોવા મળશે, જેમાંથી તમારે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે “Download UAN CARD” બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારું ઇ શ્રમ કાર્ડ તમારી જોવા મળશે પછી તમે તેની પ્રિન્ટ કાડી શકો છો.

    મિત્રો આમાંથી તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એ જ રીતે તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો,ગમે ત્યારે તો ચિંતા કરવાની કોઈ જરૂર નહી

    ઈ શ્રમ કાર્ડ માટે જરૂરી અને લોકોના મનમાં મુંઝવણમાં આવતા પ્રશ્નો 

    રીત 1 : ઇ-શ્રમ કાર્ડના ફાયદા શું છે, : તેને PMSBY હેઠળ 2 લાખનું  આર્થીક અકસ્માત વીમા કવર મળશે.  ભવિષ્યમાં, આર્થીક અસંગઠિત કામદારોના તમામ સામાજિક સુરક્ષા લાભો આ પોર્ટલ દ્વારા પહોંચાડવામાં આવશે.  અમુક કટોકટી અને રાષ્ટ્રીય રોગચાળા જેવી પરિસ્થિતિઓમાં, આ ડેટાબેઝનો ઉપયોગ પાત્ર અસંગઠિત કામદારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે થઈ શકે છે,અને મોટા પ્રમાણમાં ભવિષ્ય માં લાભ આપવામાં આવશે આ કાર્ડ થી.

    રીત 2 : ઇ-શ્રમ કાર્ડ માટે યોગ્યતા આવક મર્યાદા અને માપદંડ શું છે  ?

    અસંગઠિત કાર્યકર તરીકે eSHRAM પર નોંધણી કરવા માટે કોઈ આવક માપદંડ નથી.  જો કે, તે/તેણી [ITR]

    આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ જેથી લાભ મળવા પાત્ર હોય શકે છે

    રીત 3 : eSHRAM card માટે કયા ક્યાં ડોક્યુમેન્ટ દસ્તાવેજોની જરૂર છે?

    e SHRAM પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કાર્યકર દ્વારા નીચેની બાબતો જરૂરી છે-

    • આધાર નંબર
    • મોબાઈલ નંબર, આધાર લિંક્ડ
    • બેંક પાસબુક

    નોંધ ટુંકમાં: જો કોઈ કાર્યકર પાસે આધાર લીંક મોબાઈલ નંબર ન હોય, તો તે નજીકના CSC સેંટર ની મુલાકાત લઈ શકે છે અને ત્યાર પછી બાયોમેટ્રિક દ્વારા નોંધણી કરાવી શકે છે.

    રીત 4 : અસંગઠિત કામદાર e SHRAM પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરાવી શકે છે?

    અસંગઠિત કાર્યકર e SHRAM પોર્ટલ પર જઈને અથવા નજીકના CSC સેંટર ની મુલાકાત લઈને યોગ્ય રીતે દ્વારા પોતાને પોતાની નોંધણી કરાવી શકે છે.

    રીત  5 : શું કામદારે e SHRAM માં નોંધણી માટે કોઈપણ  જાતનો  ચાર્જ ચૂકવવો કે નહિ  પડશે ?

    મિત્રો e SHRAM પોર્ટલ પર નોંધણી મફત છે,કામદારોએ કોઈપણ નોંધણી કરનાર એન્ટિટીને કોઈપણ ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

     

     

     

     


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top