કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયાની સહાય મળશે | Kuvarbai Nu Mameru Yojana

Spread the love

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સરકારી યોજના છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે એક આ સારી યોજના બહાર પાડી છે.

તો ચાલો જાણીએ કે કુંવરબાઈનું મામેરું યોજના શું છે?, તેના લાભ કોણ કોણ લઈ શકે છે, તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ વિષે પૂરી માહિતી જાણો.

કુંવરબાઈનું યોજના શું છે?

કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત રાજ્ય સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિત્રો મંગળસૂત્ર યોજનામાં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો મુખ્ય હેતુ

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિની અને અનુસૂચિત જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરું ની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો મંગળસૂત્ર યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્યતા વિશે જાણવું જરૂરી તમારે છે.  

  • અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી રહેવા જોઈએ.
  • આ યોજનાં અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જરૂરી છે.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની મહતમ વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક મહતમ આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના બીજી વાર પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદરજ સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા મુજબ સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

મળવાપાત્ર યોગ્ય સહાય

મંગળસૂત્ર યોજના’ હેઠળ કન્યાઓને ગુજરાત રાજ્ય સરકાર મામેરું માટે કેટલી રકમની સહાય કરે છે ? જે નીચે માહિતી આપવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

મંગળસૂત્ર યોજના યોજના ની સહાય ચેક દ્વારા મળવાપાત્ર છે. જે કન્યા ના નામ પર આપવામાં આવશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે છે ? તેનું લિસ્ટ નીચે મુજબ આપવામાં આવ્યું છે જુઓ અને સમજો.

  • કન્યા વધૂનું આધાર કાર્ડ
  • કન્યા વધૂનું ચૂંટણીકાર્ડ
  • કન્યા વધૂનું પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા વધૂ નો જાતિનો દાખલો
  • વર યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો / પંચાયતમાંથી લેવો
  • કન્યા વધૂના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યા વધૂની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • વર યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
  • કન્યા વધૂના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યા વધૂના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો જીવતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી

મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના લાભ માટે સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ નેજ કરી શકો છો.

  1. મિત્રો સૌપ્રથમ તમારે તે વેબસાઈટ રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  2. મિત્રો રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનુંપડશે.
  3. મિત્રો અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  4. મિત્રો ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  5. મિત્રો ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  6. મિત્રો એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં યોગ્ય વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની ઓફિસીયલ વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સાચી વિગતો ડાઉનલોડ કરી શકો છો.  

કુંવરબાઈનું મામેરું યોજનાની વેબસાઇટ અને મહત્વપૂર્ણ લિંક્સ

Kuvar Bai Nu Mameru Yojana Official WebsiteWebsite
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મpdf ડાઉનલોડ કરો
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો
  • મિત્રો કુંવરબાઇનું મામેરું યોજના ફોર્મ માં એકરાર નામું અને બાહેંધરી પત્રક પણ આવી જશે.

મિત્રો અમને આશા છે કે તમને કુંવરબાઈ નું મામેરું યોજના sarkari yojana વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. હજુ પણ તમે કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાય શકો છો અથવા કૉમેન્ટ પણ કરી શકો છો.“ અને ઘર બેઠાં તમામ પ્રકારના ઓનલાઈન કામ કરી આપવામાં આવશે


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top